તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
પોપોદરા નજીક નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેન્કર વચ્ચે અકસ્માત ત્રણ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી
ક્રેનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડીને રોડ ખુલ્લો કરાયો

સુરત જિલ્લામાં અકસ્માતનો બીજો બનાવ બન્યો છે માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીકથી સામે આવ્યો છે. જેમાં નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેન્કર ધડાકાભેર ભટકાયા હતા. આ અકસ્માતના પગલે 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં NHAI તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ક્રેનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડીને રોડ ખુલ્લો કર્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
