તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
સુરત :બાંધકામ સાઈટ પર 5 માસની માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત:માતાએ રોડની સાઈડમાં સૂવડાવેલી દીકરી પર JCB ફરી વળ્યું
JCBનું ટાયર બાળકી પરથી ફરી વળતા તેનું માથું ચગદાઈ ગયું: વ્હાલસોયી દીકરીના મોતને લઈને શ્રમજીવી પરિવાર શોકમાં ગરકાવ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબગામમાં બાંધકામ સાઈટ પર શ્રમજીવી પરિવારની 5 માસની બાળકીનું અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં JCBનું ટાયર બાળકી પરથી ફરી વળતા તેનું માથું ચગદાઈ ગયું હતુ. હાલ તો દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆના વતની તોલુ બાપુભાઈ ડામોર (28) મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે બાળકી છે. જે પૈકી 5 માસની બાળકીનું મોત નીપજ્યું છે.
હાલમાં તેઓ સબંધી અને પત્ની સાથે કામરેજ તાલુકાના પરબગામ ખાતે સાઈટ પર કામ કરતા હતા, ત્યાં જેસીબીથી પણ કામ કરવામાં આવતું હતું. આ દરમ્યાન તેમની પત્નીએ 5 માસની દીકરીને દૂધ પીવડાવીને તેઓ જ્યાં કામ કરતા હતા, ત્યાં રોડની સાઈડમાં સૂવડાવી હતી. જે બાદ તેઓ કામ કરવા લાગ્યા હતા
આ દરમ્યાન જેસીબીનું ટાયર 5 માસની બાળકીના માથા પર ચડી ગયું હતું. જેથી બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાઈ હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે કામરેજ પોલીસ મથકમાં જેસીબીના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
