તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
હું ઇશરદાનનું લોહી, પ૦ના ટોળા નથી રાખતોઃ બ્રિજરાજ ગઢવી
તુ એવડી મોટી તોપ નથી કે, પ૦ માણસોને દોડાવું: દેવાયત ખવડ :લોકડાયરાનાં બન્ને કલાકારોની ફરી આમને-સામને ટિપ્પણીથી વિવાદનો મધપુડો ફરી છંછેડાયો :બે વર્ષ પહેલા બન્ને કલાકરો વચ્ચે સમાધાન થઇ ગયા પછી ફરીથી બન્નેના વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા

રાજકોટ, તા. ૧૦: લોક ડાયરા અને સંતવાણીના કલાકારો ભારતીય સંસ્કૃતિની વાતો કરીને લોકોને વાકેફ કરતા હોય છે પરંતુ બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ નામના બે કલાકારોએ ફરીથી સોશ્યલ મિડીયામાં આક્ષેપબાજી કરતા ભારે ચર્ચા જાગી છે.
બે વર્ષ પહેલા બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે મોગલ માતાજીના સાનિધ્યમાં સમાધાન થઇ ગયુ હતું પરંતુ બન્નેએ ફરીથી સામસામા વિડીયો મુકતા ફરીથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
બ્રિજરાજ ગઢવીએ નામ લીધા વગર સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યો હતો અને દેવાયત ખવડને ચેલેન્જ આપતા કહયુ હતુ કે, હું પ૦ ના ટોળા રાખવાવાળો નથી, બોડીગાર્ડ રાખતો નથી. હું ઇશરદાનનું લોહી છું ‘મો રે મોરાનો શોખ હોય તો આવી જાય, મનમા નો રહી જાય, માપે રેજો તો મજા આવશે' તેમ કહયુ હતું.
જયારે બ્રિજરાજ ગઢવીના વિડીયોનો જવાબ કલાકાર દેવાયત ખવડે આપતા જણાવ્યુ હતુ કે તે કહે છે કે હું ર૦૦ લોકો સાથે રાખુ છુ તો આ ર૦૦ લોકો સાથે રાખવા મારે કેટલી ગાડીઓ રાખવી પડે ? ડાયરાના આયોજકોને પુછો કે હું કેટલા લોકો સાથે ડાયરામાં આવુ છું ?
દેવાયત ખવડે વધુમાં જણાવ્યું કે તુ એવડી મોટી તોપ નથી કે મારે સમાધાન માટે પ૦ માણસોને દોડાવવા પડે મને સાહિત્ય અને સારી વાતોમાં રસ છે અને ફાલતુ વાતોમાં હું સમય બગાડવા નથી માંગતો. જે મુઠ્ઠી બંધ છે તે બંધ જ રહેવા દો.
ગુજરાતના લોકસાહિત્યના જાણીતા કલાકારો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ તેમજ સાગર પટેલ અને કાજલ મહેરિયા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે અગાઉ થયેલ વાકયુધ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી મઢડાના સોનબાઇ માતાના મંદિરે સમાધાન કરાવ્યું હતું. પરંતુ આ સમાધાન લાંબુ ટકયું નહીં અને ફરીથી બન્ને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઇ ગઇ છે.
આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઇનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ ર૦રપ થી માત્ર સિલેકટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
