News of Friday, 10th January 2025
પારૂલ યુનિવર્સિટીએ નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્કલેવ એન્ડ ઇએમ ગુજરાત ૨૦૨૫નું સફળ આયોજન કર્યું

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ પારૂલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસીને ‘‘વન નેશન, વન રિસ્પોન્સઃ પ્રી-હોસ્પિટલ કેર એન્ડ લાઇફ-સેવિંગ સ્કિલ'' થીમ અંતર્ગત નેશનલ હેલ્થકેર સ્કિલ કોન્કલેવ એન્ડ ઇમર્જન્સી મેડિસીન ગુજરાત ૨૦૨૫નું સફળ આયોજન કર્યું હતું. આ વિશાળ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના ૨૫થી વધુ નિષ્ણાંતો સહિત ૨૦૦૦થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમાં સ્વાસ્થ્ય સેવા પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ વર્કશોપ, નોલેજ-શેરિંગ સેશન અને સ્પર્ધાઓ યોજાઇ હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના ઉદઘાટન સત્રને ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સંબોધિત કર્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ઋષિકેશ પટેલે પાયાના સ્તરે પ્રી-હોસ્પિટલ કેર અને જીવન-રક્ષમ કૌશલ્યો વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો. શ્રી પટેલે તેમના વક્તવ્યમાં દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ, શૈક્ષણિક સંસ્થઓનો અને સરકારી સંસ્થાનો વચ્ચે સહકારની મહત્વતા ઉપર ભાર મૂકયો હતો. તેમણે આ પહેલનું નેતળત્વ કરવા બદલ પારૂલ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી કે જ્યાં રાષ્ટ્રીય સ્તરના ટોચના નિષ્ણાંતો એક મંચ ઉપર ઉપસ્થિત થવાની સાથે-સાથે હેલ્થકેર ક્ષેત્રે માહિતીના આદાન-પ્રદાન અને ઇનોવેશન માટે પણ પ્લેટફોર્મ મળ્યું હતું. શ્રી પટેલે પારૂલ યુનિવર્સિટીમાં પ્રજ્ઞાઃ એડવાન્સ્ડ સ્કિલ એન્ડ સિમ્યુલેશન સેન્ટર જેવાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તથા હેલ્થકેર સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવામાં યુનિવર્સિટીના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
