તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ગ્લોબલ ગુજરાતી ફેડરેશન દ્વારા આવતીકાલે સંખ્યાબંધ વ્યકિત સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ થશે અર્પણ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ગ્લોબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી ૧૧મી જાન્યુઆરી, ૨૦૨૫,શનિવારે સવારે ૧૦ કલાકે એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે. આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કરાશે. સંસ્થાના સ્થાપક પ્રમુખ રમેશ તન્નાએ જણાવ્યું છે કે આ સમારંભમાં પૂજ્ય ભાગવત ઋષિ શાષાીજી, (સોલા ભાગવત વિદ્યાપીઠ), શ્રી ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી પ્રતિભા જૈન, (મેયર, અમદાવાદ) પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યસચિવ શ્રી રમેશ મેરજા (આઈએએસ) તથા માનવતાવાદી તબીબ ડો. સ્મિતા જોશી ઉપસ્થિત રહેશે.આ સમારંભમાં ડો. મીતા પીર (પેન્સેવેલિયા-અમેરિકા), હેમાબહેન શેઠ- ભગિની સમાજ- દાહોદ, રેખાબહેન ગાંધી- ઈન્દોર, અશોક ભટ્ટ (લોસ એન્જેલસ), શ્રી તેજસ પટવા (એટલાન્ટા), ડો. વાસુદેવ પટેલ (એટલાન્ટા), ડો.પ્રતિભા આઠવલે, (ગુજરાત), પ્રકાશ પટેલ-પીવી (હ્યુસ્ટન- અમેરિકા), ભાવિક શાહ (જાપાન), રાજેન્દ્ર પરમાર (જાપાન), દેવેનભાઈ પટેલ (અમેરિકા), તથા શ્રી કેના શાહ (જાપાન, યુવા પ્રતિભા)ને એવોર્ડ એનાયત કરાશે.સંસ્થા દ્વારા ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫, શુક્રવારે સવારે આઠથી દસ દરમિયાન એએમએમાં જ એક એક્ચ્યૂઅલ અને વર્ચ્યૂઅલ યુવા સંમેલનનું પણ આયોજન કરાયું છે. જેમાં દરિયાપાર વસતી યુવાપેઢીને ગુજરાતના ઉત્થાન સાથે જોડવાનું આયોજન કરાશે. દરિયાપારના કેટલાક યુવાનો તથા સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ વિજેતાઓ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે, ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૫, રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પણ કરશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
