તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
કરાઇ ખાતે કોડિલા લેબોરેટરીઝના ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ૧૯૫૧માં શ્રી રમણભાઇ પટેલ અને ઇન્દ્રવદન મોદી દ્વારા સ્થપાયેલ કેડિલા લલેબોરેટરીઝના ૧૦૦ જેટલા ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન વિસત ફાર્મ, કરાઇ ખાતે યોજવામાં આવ્યું હતું. સ્નેહમિલનની શરૂઆત કંપનીના બંને સ્થાપકોને આદરપૂર્વક યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી આપવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં કર્મચારીઓને વર્ષ ૧૯૯૫ સુધી સંયુક્ત કેડિલામાં તેમણે વિતાવેલી અમૂલ્ય અને યાદગાર ક્ષણોને પ્રેમપૂર્વક વાગોળી હતી. કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓએ સંગીત ખુરશી, રસ્સાખેંચ, કોથળા દોડ, અંતાક્ષરી વગેરે જેવી રમતો દ્વારા દિવસને યાદગાર બનાવ્યો હતો. એક વોટ્સએપ ગ્રુપથી શરૂ થયેલ અને ૧૨૫ જેટલા સભ્યો જેમાં સામેલ છે તેવા કેડિલાના કર્મચારીઓનું સ્નેહમિલન વર્ષમાં એકવાર યોજવામાં આવે છે. અને તે પરંપરામાં આ ત્રીજું સ્નેહમિલન આનંદપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. કાર્યક્રમનું આયોજન ગ્રુપ એડમીન શ્રી મહેશ શાહ અને જાણીતા મેનેજમેન્ટ નિષ્ણાાત શ્રી ભાવેશ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
