News of Friday, 10th January 2025
લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય ‘‘યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરંપરા'' વિષય અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ લકુલીશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ‘‘વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આભારિત ભારતીય જ્ઞાન પરંપરા'' વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો ગઇકાલે આરંભ થયાોે હતો. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સ્વામીનારાપયણ રિસર્ચ સેન્ટર - વડતાલધામ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સ પ્રત્યક્ષ(ઓફલાઇન) અને ઓનલાઇન એમ બંને પ્રકારે યોજાયેલ છે. આ પ્રસંગે લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વિવેક મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, આધુનિક સમયમાં યોગનો પ્રચાર-પ્રસાર વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. ત્યારે ‘વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરંપરા' અંગે સમાજમાં વ્યાપક સ્તરે અને ખાસ યોગના અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા રસ ધરાવનાર સૌ કોઇને પાયાનુ જ્ઞાન મળે, આ દિશા તરફ પણ તેમની દૃષ્ટિ કેળવાય તે હેતુથી આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(૨૦૨૦)માં પણ ભારતીય જ્ઞાન ગ્રંથો, ભારતીય સનાતન પરંપરા વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે આ પરિસંવાદ અત્યંત જરૂરી અને આવકાર્ય બની રહેશે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
