<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ઓનલાઇન ફૂડના ડિલિવરી બોયે વડોદરાની મહિલાની કરી છેડતી: હાથ પકડી યુવકે કહ્યું તું મને પસંદ છે અને..

મહિલાએ મંગાવેલ ફૂડ આપવા આવતા ડિલિવરી બોયે છેડતી કરી: ડીલેવરી બોય મહિલાનો હાથ પકડ્યો

વડોદરા :એક તરફ ઓનલાઈન ફૂડ ડિલિવરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ન્યુ અલકાપુરીમાં  મહિલાએ ફૂડ માટે ઓનલાઇન ઓર્ડર કરતા 19 વર્ષે ડીલેવરી બોય મહંમદ અકમલ ડિલિવરી માટે પહોંચ્યો હતો અને  મહિલાને તેના સામાન્ય ડિલિવરી આપી અને હાથ પકડીને કહ્યું કે તું મને પસંદ છે.

હાલના સમયમાં ફૂડ ઓનલાઈન મંગાવવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. આ દરમિયાન વડોદરામાં મહિલાને ઓનલાઈન ફૂડ મંગવવુ ભારે પડ્યું છે. મહિલાએ મંગાવેલ ફૂડ આપવા આવતા  ડિલિવરી બોયે છેડતી કરી હતી. આ સાથે ડીલેવરી બોય મહિલાનો હાથ પકડ્યો હતો.  મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે, તુ મને બહુ જ પસંદ છે. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. 

આ સમગ્ર મામલે મહિલાએ આરોપી વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. અને સમગ્ર ઘટનાને લઈને લક્ષ્મીપુરા પોલીસે આઆરોપી મહંમદ અકમલની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(2:05 PM IST)