તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
હવે દિવસે પંખા ચાલું રાખવા પડે એવી સ્થિતી સર્જાશે :ઠંડીમાંથી રાહત મળી શકે:અંબાલાલ પટેલની આગાહી
તારીખ 14,15 અને 16માં ઠંડીમાં એકદમ રાહત મળશે:દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા

અમદાવાદ : છેલ્લાં કેટલાક દિવસથી ઠંડીમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15થી 18 તારીખ સુધીની આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાંથી રાહત મળી શકે છે અને દિવસે પણ ઘરોમાં પંખા ચાલું રાખવા પડે તેવી સ્થિતી થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અત્યારે ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ તારીખ 14,15 અને 16માં એકદમ રાહત મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. સામાન્ય ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તારીખ 14 સુધી રહેશે. હવે ધીરે ધીરે રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્ત્મ તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા છે. દિવસે પંખા ચાલું રાખવા પડે તેવી સ્થિતિ થઈ શકે છે. તારીખ 14,15,16,17,18માં રાજ્યમાં વાદળો આવે તેવી શક્યતા છે. ક્યાંક કોઈ ભાગમાં છાંટા પડી શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
