તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું
સ્કૂલમાં જે બાળકને શરદી- ખાંસી-તાવના લક્ષણ દેખાય ત્યારથી સાજા નથાય ત્યાં સુધી સ્કૂલે નહીં આવવા જણાવાયું

અમદાવાદ: એચએમપીવી વાઇરસે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ વાઇરસની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોને થતી હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની શાળામાં શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો દેખાય તેવા વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સ્કૂલમાં જે બાળકને શરદી- ખાંસી-તાવના લક્ષણ દેખાય ત્યારથી સાજા નથાય ત્યાં સુધી સ્કૂલે નહીં આવવા જણાવવામા આવ્યું છે.જોકે આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં શાળાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી અપેક્ષા છે. વાઈરસની સ્થિતિને જોતા સુરક્ષાના ધોરણોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા શિક્ષણ વિભાગ આ નિર્દેશો જિલ્લાના શિક્ષણ અધિકારીને મોકલે તેવી શક્યતા છે.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
