<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5110 રૂપિયા બોલાયો : જાણો અન્ય 23 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 778.21 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 23 માર્કેટિંગ યાર્ડમાં કુલ 778.21 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5110 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3600 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4555 રૂ., હારીજમાં 4531 રૂ., હળવદમાં 4512 રૂ., ગોંડલમાં 4481 રૂ., જસદણમાં 4511 રૂ., રાજકોટમાં 4474 ર., બોડેલીમાં 4455 રૂપિયા ભાવ બોલાયો હતો.


કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 778.21 ટન આવક થઇ છે.

(7:44 PM IST)