તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
અમદાવાદ સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી નાના ચીલોડા પાસેથી ઝડપાયો
આરોપીને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસની નજર ચૂકવીને ભાગી ગયો હતો. અગાઉ પણ આ રીતે ભાગી ગયો હતો

અમદાવાદની કોર્ટમાં પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ઝોન 2 LCB અને કારંજ પોલીસે ઝડપી પાડ્યો છે. 8 જાન્યુઆરીએ આરોપીને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસની નજર ચૂકવીને ભાગી છુટ્યો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસે નાના ચીલોડા પાસેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી ઘનશ્યામ ઉર્ફે ગોપાલ રાજદેવ સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલ એક ફરિયાદના ગુનામાં રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો છે. જેને આઠ જાન્યુઆરીએ અમદાવાદની સીટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બાબતે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને નરોડા વિસ્તારમાંથી તેના બહેનનાં ઘરેથી ઝડપી પાડ્યો. હતો.
આરોપી સામે અમદાવાદની સાથે સુરેન્દ્રનગરમાં બે વડોદરામાં એક અને ડાકોરમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલે કે મૂળ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ફરિયાદ સંદર્ભે રાજકોટની જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યો છે. જોકે નરોડામાં નોંધાયેલ પોક્સોની ફરિયાદ સંદર્ભે અમદાવાદની કોર્ટમાં જુબાની માટે રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તે ભાગી છુટ્યો હતો.
સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ પણ નવસારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ફરિયાદ બાબતે જુનાગઢ જિલ્લા જેલમાંથી નવસારી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં પણ તે કેદી જાપ્તામાંથી વડોદરામાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરાઈ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
