News of Thursday, 9th January 2025
કારમાંથી કિંમતી સામાન ચોરતી ‘ત્રીચી ગેંગ'ના ૧ર સભ્યોને ઝડપી લેતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા, અમદાવાદ, વાપી, પુના, શીરડી, નાસીક, ગોવા સહિતના દેશના જુદા-જુદા શહેરોમાં ૩ માસ દરમિયાન રપ ગુન્હા આચર્યાની કબુલાત : પીઆઇ આર.જી.જાડેજા અને પીઆઇ એચ.ડી.તુવરની ટીમને સફળતા ઝડપાયેલી ત્રીચી ગેંગ અને તેમની પાસેથી કબ્જે લેવામાં આવેલ ચોરાઉ લેપટોપ સહિતની કિંમતની માલમત્તા સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટુકડી નજરે પડે છે.

રાજકોટ, તા., ૯: વડોદરા ઉપરાંત અમદાવાદ, વાપી,પુણે,શીરર્ડી, નાશિક, ગોવા જેવા દેશના જુદા જુદા રાજ્યમા કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય તામીલનાડુની ‘ત્રીચી ગેંગ'ના ૧૨ રીઢા આરોપીઓને ચોરી કરેલા રૂ.૧૦ લાખથી વધુ કિંમતના મુદામાલ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લઇ રપ થી વધુ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા અને એચ.ડી.તુવરની ટુકડીને આ સફળતા મળી હતી.
પો.સબ ઇન્સ. પી.એમ. ધાખડા તેમજ પો.સબ.ઇન્સ. આર.એન.બારૈયાનાઓ ટિમના માણસો વડોદરા શહેરમાં મિલ્કત સંબધી ગુના કરવાવાળા ઇસમોની શોધખોળ દરમ્યાન ટીમને માહીતી મળેલ કે, દક્ષિણ ભારત તરફના રહીશ હોય તેવા ૧૨ શખ્સો નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી બ્રીજ નીચે રોકાયેલા છે. આ શખ્સો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાની ગુનાહિત પ્રવળતિ કરવા માટે વડોદરા શહેરમાં આવ્યા હોવાની બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા હાજર તામીલનાડુ રાજ્યના રહેવાસી બે ટોળકીના ૬-૬ મળી કુલ-૧૨ શખ્સો ક્રાઇમ બ્રાન્ચની ટુકડીને જોઇ પોતાનીે પાસેના થેલા સાથે લઇ ભાગવાની કોશીષ કરવા લાગ્યા હતા. પરંતુ ચારે કોરથી ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ રચેલા વર્તુળમાંથી બહાર નિકળી શકયા ન હતા.
ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હે.કોન્સ નરેશકુમાર મોહનભાઇ જેઓ મુળ દક્ષિણ ભારતના વતની હોય તેમજ દક્ષિણ ભારતની ભાષાના જાણકાર હોય તેઓને સાથે રાખી આ તમામ ઇસમોના નામ ઠામ અંગે ખાત્રી કરતાં ન.(૧) ટોળકીના ઇસમોમાં ન.(૧ટ્ઠ જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર (સેવરે)ઉ.વ.૪૫ રહે.પુંગનુર ગામ, જી.ત્રીચીપલ્લી, તામીલનાડુ રાજ્ય (૨) ઉદયકુમાર શાંતકુમાર સેરવે ઉ.વ.૩૯ રહે.મીલકોલોની, રામજીનગર, મારીઅમ્મન કોવીલ તેરૂવ, ત્રીચી, તામીલનાડુ (૩) હરીશ ચંદિરણ મુથ્થુરાજ ઉ.વ.૨૨ રહે.કુડી સ્ટ્રીટ, સેન્નઇકારા મુકમ્બો, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ રાજ્ય (૪) વિગ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર (સેરવે) ઉ.વ.૨૭ રહે.કોવીલ તેરૂવ, ગાંધીનગર અંગાલઅમા, ત્રીચી, તામીલનાડુ. (૫) કિરણકુમાર સુધીરકુમાર સેરવે ઉ.વ.૨૬ રહે. મલયપટ્ટી પુંગનુર, કલ્લુકુડી પોસ્ટ ત્રીચી તામીલનાડુ રાજ્ય. (૬) ઐયપન્ન શાંતકુમાર સેરવે ઉ.વ.૪૨ રહે.મીલકોલોની, રામજીનગર, મારીઅમ્મન કોવીલ તેરૂવ, ત્રીચી,તામીલનાડુ નં.(૭) અગીલન મોહન સેરવે ઉ.વ.૩૦ રહે. ૬/૯૨ રામજીનગર, મીલકોલોની, ત્રીચી (ત્રીચીપલ્લી) તામીલનાડુ નં.(૮) મદન લોગનાદન સેરવે ઉ.વ.૩૬ રહે. રામજીનગર, મીલકોલોની, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ નં.(૯) ઇસમ ગોવર્ધન મોહન સેરવે ઉ.વ.૨૧ રહે. ન્યુ કાટુર રામજીનગર ત્રીચીપલ્લી (ત્રીથી) તામીલનાડુ નં.(૧૦) ચરણરાજ મુર્ગેશ મુદલીયાર ઉ.વ.૩૬ રહે. ચીકાપુરા પોસ્ટ ઉરસ્લેગેરે તા.માલુર જી.કોલા તામીલનાડુ નં. (૧૧) સેંદીલ બદી સેરવે ઉ.વ.૪૯ રહે. ન્યુ કાટુર પુંગનુર પો રામજીનગર, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ નં.(૧૨) મોહન માનીકમ સેરવે ઉ.વ.૪૯ રહે.મીલકોલોની રામજીનગર, મારી અમ્મન કોવીલ, તેરૂવ, ત્રીચીપલ્લી(ત્રીચી) તામીલનાડુના હોય આ બન્ને ટોળકી પાસેના દરેક સભ્યો પાસેની થેલીમાં તેઓના કપડાઓ તેમજ બન્ને ટોળકી પાસેથી કિંમતી સામાન લેપટોપ, ટેબલેટ, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રાખેલ એક-એક થેલો મળી આવેલ આ કિંમતી સામાનના બીલ-લખાણના કોઇ આધાર પુરાવા ન હોય જેથી આ બન્ને ટોળકીના અત્રે વડોદરા આવવા બાબતે તેમજ તેઓ પાસેથી મળી આવેલ આ મુદ્દામાલ બાબતે સઘન પુછપરછ કરવામાં આવતા આ તમામ ઇસમો બે ટોળકીમાં ભારત દેશના જુદા જુદા શહેરોમાં ફરી પાર્ક કરેલ કારના કાચ ગીલોલની મદદથી તોડી નાખી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાના તેમજ જુદા જુદા શહેરોમાં કારમાં કિંમતી સામાન બેગ જોયા બાદ આ ટોળકીનો એક સભ્ય કાર પાસે રોડ પર ચલણી નોટો મુકી દઇ ત્યારબાદ કારમાં બેસેલ વ્યક્તીને તમારા પૈસા નીચે પડેલ છે, કારમાંથી ઓઇલ ટપકી રહેલ છે, તેમ જણાવી કારમાં બેસેલ વ્યક્તીને નીચે ઉતરવા મજબુર કરતા હતા. આ દરમિયાન બીજી તરફથી ટોળકીનો સભ્ય કાર માલીક કે ચાલકની નજર ચુકવી ચોરીને અંજામ આપી દેતો હતો.
છેલ્લા ત્રણ માસમાં વડોદરા ઉપરાંત અમદાવાદ, પુણે શિરર્ડી. નાસીક, ગોવા ખાતે કરેલ ચોરીના ૨૫ જેટલા ગુનાઓનો ભેદ આ ટોળકી ઝડપાતા ઉકેલાઇ ગયો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટુકડીને સફળ કામગીરી બદલ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી એચ.એ.રાઠોડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
