<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ઉત્તરાયણ કરવા ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત :ત્રણ દિવસમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી 14-15-16 જાન્યુઆરી અમદાવાદ, ગાંધીનગર, માણસા કાર્યક્રમમાં હાજરી આપશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેમાં 14-15-16 જાન્યુઆરી અમદાવાદ, ગાંધીનગર, માણસા કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

  મળતી માહિતી મુજબ 14 જાન્યુઆરીએ રાણીપ, સાબરમતી, થલતેજમાં પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરશે. તથા 15 જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમ માં હાજરી આપશે. ત્યારે 16 જાન્યુઆરીએ માણસામાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરનાર છે.

  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ  શાહ ફરી એકવાર ગુજરાત આવશે. 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતભાઈ  શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2-3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમિતભાઈ  શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ 3 દિવસ ગુજરાતમાં અમદાવાદ, માસણા અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.

(1:48 PM IST)