News of Thursday, 9th January 2025
મુંબઈની પૂજાએ ફૂલ ગુલાબી સપના બતાવી મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ સાથે 80 લાખની છેતરપીંડી કરી
4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈમાં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળની ગિફ્ટની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈની એક ઠગ યુવતીએ મહેસાણા યુવકને છેતર્યો

અમદાવાદ :જો સોશિયલ મીડિયા પર કોઈ યુવતી ની તમને ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો જરા ચેતી જજો. જો સોશિયલ મીડિયા પર બનેલી મિત્ર તમને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો. મુંબઈ ની પૂજા નામની એક અજાણી યુવતી કે જેને મહેસાણાના કુકરવાડા ના એક યુવક સાથે સોશિયલ મીડિયા થકી ફેંડશિપ કરી. પટેલ જીગર વિષ્ણુભાઈ નામના યુવક સાથે વોટ્એપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી. અને તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપ માં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગર ને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો. શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું. અને બાદમાં રૂપિયા 80 લાખ ની ઠગાઈ કરી નાખી
4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈ માં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળ ની ગિફ્ટ ની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈ ની એક ઠગ યુવતી એ મહેસાણા યુવકને એવો તે છેતર્યો કે, યુવક સાથે રૂપિયા 80 લાખ છેતરપિંડી થઈ ગઈ.
જો સોશિયલ મીડિયા પર કોઈ યુવતી ની તમને ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો જરા ચેતી જજો. જો સોશિયલ મીડિયા પર બનેલી મિત્ર તમને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો. મુંબઈ ની પૂજા નામની એક અજાણી યુવતી કે જેને મહેસાણાના કુકરવાડા ના એક યુવક સાથે સોશિયલ મીડિયા થકી ફેંડશિપ કરી. પટેલ જીગર વિષ્ણુભાઈ નામના યુવક સાથે વોટ્એપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી. અને તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપ માં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગર ને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો. શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું. અને બાદમાં રૂપિયા 80 લાખ ની ઠગાઈ કરી નાખી.
મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈ ની પૂજા નામની યુવતી એ જીગર પટેલ નામના કુકરવાડા ના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા. અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. 4500 આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું. હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી ફોટો પણ બતાવ્યો હતો. હંમેશા વૉટસ્એપ થી વાત કરતી પૂજા એ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી. અને એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલ માં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે ની લાલચ આપી હતી. પૂજા એ રૂ. 80.33 લાખ સેમકો નામની એપ થી અલગ અલગ એકાઉન્ટ માં નંખાવ્યા . અને છેલ્લે ખબર પડી કે આતો ઇન્વેસ્ટ નહિ પૂજા પૈસા લઈ ગઈ અને ઇન્વેસ્ટ નહિ પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા એક બે નહિ પણ 40-40 બેંક એકાઉન્ટ વાળી પૂજા સામે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
