<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

અમદાવાદની સ્કુલોમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સિગ સાથે બેસાડવામાં આવ્યા

કોઈપણ બાળકને શરદી, ખાસી કે તાવ હોય તો તેમને સ્કુલે ન મોકલવા વાલીઓને કહેવામાં આવ્યુ


અમદાવાદ: અમદાવાદમાં સ્કુલોમાં HMPV લઈને સંતર્ક કરવામાં આવ્યા છે. અને સ્કુલોમાં બાળકોને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવ્યા છે. અને કોઈપણ બાળકને શરદી, ખાસી કે તાવ હોય તો તેમને સ્કુલે ન મોકલવા વાલીઓને કહેવામાં આવ્યુ છે.
 થોડા દિવસો પહેલા ચીનમાં HMPVનો વાઈરસ કહેર મચાવે છે. તે ભાગરૂપે આ HMPV વાઈરસ ભારતમાં પ્રવેશ ચુક્યો છે. પણ હજુ સધી કોઈ મોત નથી થયુ તેવી જાણકારી નથી. પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર HMPV વાઈરસને લઈને ગંભીર છે. જેમ બને તેમ હોસ્પિટલોમાં બેડ પણ તૈયારી કરવામાં આવ્યા છે.
તે ભાગરૂપે   સ્કુલોને પણ જાણકારી આપવામાં આવી છે. બાળકોને HMPV વાયરસને લઈને જાણકારી આપે. અને જે બાળકોને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવે અને ગુજરાતની અને અમદાવાદની બધી સ્કુલોએ આનિયમનો પાલન સખત રીતે કરી રહી છે. તે ભાગરૂપે બાળકોને સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવે છે.
 સ્કુલ દ્વારા વાલીઓને કહેવામાં આવ્યુ છે. જે બાળકોને શ્વાસ લેવાી તકલીફ થતી હોય કે ચાવ આવતો હોય તો તેમને તરતજ ડોક્ટર પાસે લઈ જવા અને સ્કુલમાં મોકલવામાં ન આવે તેવી સલાહ સ્કુલ દ્વારા વાલીઓને આપવામાં આવી છે. અને આમાં જે બાળકોને તબીયત ખરાબ હોય તો તેની પરીક્ષા પાછી લેવામાં આવશે.

(11:51 AM IST)