<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સુરતના સચિન GIDC વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને વીજકરંટ લાગતા મોત

13 વર્ષીય પ્રિન્સ નામના બાળકને હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો

સુરત: પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયુ છે. સચીન GIDC વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકનું ટુંકી સારવાર બાદ મોત થયુ છે. પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 AM IST)