<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રાજપીપળા હરસિધ્ધિ મંદિર સામે લારી મૂકવા કલેક્ટરના આદેશથી પટ્ટા પાડી ડીમાર્કેશન કરવામાં આવ્યું

જિલ્લા કલેકટર અને પાલિકાના ડેપ્યુટી કલેકટર પ્રોબેશનલ મુખ્ય અધિકારી દ્વારા કોઈની રોજીરોટી ના છીનવાય એ બાબતની કામગીરી કરાઇ:કોઈપણ રાજકીય નેતા કે અન્યના દબાણ ને વશ થયા વિના તંત્ર એ નિયમોનુસાર કામગીરી કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં આવેલા પ્રખ્યાત હરસિધ્ધિ મંદિર સામેની લારીઓ હટાવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કેટલાક આગેવાનો પણ આ મુદ્દે સામે આવ્યા અને લારી વાળાઓની રોજીરોટી ના છીનવાય એ બાબતે પાલિકામાં રજૂઆત કરી હતી જોકે પહેલેથી નર્મદા કલેક્ટરનો આદેશ હતો કે ત્યાંથી લારીઓ હટાવી યોગ્ય માર્કિંગ કરી ત્યારબાદ ત્યાં લારી વાળા ને જગ્યા આપવી અને એ મુજબ પાલિકાએ પણ કલેક્ટરના આદેશનું પાલન કર્યું હતું અને હાલમાં આ જગ્યા પર પીળા પટ્ટા પાડવામાં આવ્યા
જોકે આ માટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનોએ લારી વાળા ની વાત સાંભળી આ મુદ્દે લારી વાળા ને જગ્યા પરત આપવા પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ આ જગ્યા માટે પહેલે થી જ આ રીતની કામગીરી કરવા કલેક્ટર નો આદેશ હતો એ મુજબ જ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે લારીઓ હટાવી હતી અને ત્યારબાદ પાલિકા એ કલેક્ટર ના આદેશ મુજબ ત્યાં શનિવારે જે સફેદ પટ્ટા નું માંર્કિંગ કરાવ્યું હતું એ જ જગ્યા ઉપર પીળા પટ્ટા પાડી ડીમાર્કેશન કરવામાં આવ્યું અને કલેક્ટરના આદેશનો અમલ કરવામાં આવ્યો હતો.
ટુંક માં કોઈ રાજકીય દબાણ ને વસ થયા વિના કે કોઈની સ્નેહ સરમ વિના આ જગ્યા નું ડેવલોપમેન્ટ કરવા માટે આવેલી ગ્રાન્ટ નો યોગ્ય ઉપયોગ કરવા માટે ત્યાં કાયદા મુજબ કામગીરી કરવામાં આવી છે

(11:38 PM IST)