તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
પુત્રદા એકાદશી, સંતાનની સુખ-સમૃદ્ધિ માટેનું વ્રત
શિવ આરાધના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે

વડોદરા: વર્ષ-૨૦૨૫ ની પહેલી એકાદશી પોષ મહિનાના શુક્લપક્ષની એકાદશી આવે છે, જે પોષ પુત્રદા એકાદશીના નામથી ઓળખાય છે. પંચાંગ અનુસાર આ એકાદશી તા.૯ જાન્યુઆરી-૨૦૨૫
ગુરૂવારના રોજ બપોરે ૧૨-૨૨ કલાકથી પ્રારંભ થઈને તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૦-૧૯ કલાક સુધીની રહેશે. ઉદય તિથિ અનુસાર એકાદશીના વ્રતનું પાલન તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૫ ને શુક્રવારના રોજ કરવાનું રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-પાઠ કર્યા પછી ભગવાનને સુકા મેવાનો ભોગ લગાવવો જોઈએ, તેનાથી સંતાન સુખ તેનું આરોગ્ય અને સમૃદ્ધિને માટે આશીર્વાદ આપનારૂ મનાય છે.
સુકામેવાનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, કારણ મેવાને ધન સંપદાનું પ્રતિક મનાય છે. ફળનો ભોગ લગાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી વ્યક્તિનું ભાગ્ય સાથ આપે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેનાથી જીવનમાં તમામ ક્ષેત્રોમાં સારી તક અને સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાનને પંજરીનો ભોગ લગાવવાથી ઘરમાં પારિવારિક શાંતિ સ્થાપિત થાય છે, ગૃહક્લેશથી છુટકારો મળે છે અને પરિવારના સભ્યમાં તાલમેલ-પ્રેમ વધતા પારિવારિક સંબંધો મજબૂત થાય છે. આ વ્રત દંપતીએ કરવું વધુ હિતાવહ છે, તેનાથી અત્યંત લાભ-કલ્યાણકારી મનાય છે. શાસ્ત્રોમાં આ શુભ સંયોગમાં યથાશક્તિ દાન કરવાનું વર્ણવવામાં આવ્યું છે. આ પવિત્ર એકાદશીનું વ્રત કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
શિવભક્તો માટે શુભ સમાચાર :-
………………………….
વર્ષ-૨૦૨૫ નું પહેલું પ્રદોષ વ્રત તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૫ને શનિવારે આવે છે. આ દિવસે ભગવાન શિવજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. શિવ આરાધના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તે ઉપરાંત ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને દીપ પ્રજવલિત કરવામાં આવે તો તેનાથી આખું વર્ષ શિવજીના આશીર્વાદથી લાભકારી બને છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
