News of Wednesday, 8th January 2025
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ફરી વખત દારૂની ખાલી બોટલ માલ્ટા ફરી વિવાદમાં
અગાઉ પણ યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાંથી આણંદથી બાસ્કેટ બોલ સ્પર્ધા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર દારુની ખાલી બોટલો મળી આવી છે. અગાઉ પણ યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાંથી આણંદથી બાસ્કેટ બોલ સ્પર્ધા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
શિક્ષણના ધામમાં ફરી એકવાર દારુની બોટલો મળી આવતા પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના તળાવની બાજુમાં આવેલી ટાંકીમાં દારુની ખાલી બોટલો જોવા મળી છે.
યુનિવર્સિટીમાં ફરી એકવાર દારુની બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાંથી જો દારુની ખાલી બોટલો મળી રહી છે તેનો સીધો મતલબ છે કે અહીં યુનિવર્સિટી કેમ્પસમાં હજી પણ દારુની મહેફીલો થઈ રહી છે. જેથી તેની તપાસ થવી જોઈએ અને શિક્ષણના ધામમાં આવી કલંક લગાડે તેવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
