<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ખંભાતના પાંદળ ગામે ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: ક્વોરી વેસ્ટની હેરાફેરી: 35થી વધુ ક્વોરી વેસ્ટ ભરેલા ડમ્પર રોક્યા

ખાણ ખનીજ વિભાગની ટીમને ડરાવવા લોકોના ટોળા એકત્ર થતા ખંભાત પોલીસની મદદ લેવાઈ

ખંભાત તાલુકાના પાંદળ ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે . સન પેટ્રોકેમિકલ કંપની નજીકથી ક્વોરી વેસ્ટની હેરાફેરીની મોટી ગેરરીતિ ઝડપી પાડી છે,  ખાનખણીજ વિભાગે 35થી વધુ ક્વોરી વેસ્ટ ભરેલા ડમ્પર રોક્યા છે 
ક્વોરી વેસ્ટ ની હેરાફેરીની રોયલ્ટી ની સ્લીપની માંગ કરતા ડમ્પર ચાલકો ગૂંચવાયા હતા 

 દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમને ડરાવવા લોકોના ટોળા એકત્ર થતા ખંભાત પોલીસની મદદ લેવાઈ હતી ખંભાત ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી 
અગાઉ પણ આજ સ્થળે માટી ચોરીનું કૌભાન્ડ ઝડપાયું હતું ,વગર મંજૂરી એ મોટા પ્રમાણ માં ક્વોરી વેસ્ટની હેરાફેરી થઈ રહી હતી ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે 


 

(8:53 PM IST)