તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
નરોડાની સોસાયટીમાં માથાકૂટ : બહેનની મદદે આવેલા ભાઈ-ભાભીનો મહિલા સહિત બે પર હુમલો: દંપતીની ધરપકડ
જાહેરમાં ગાળાગાળી કરતો હોવાથી કિંજલબેને ગાળો બોલવાની ના પાડતા રાહુલે કિંજલબેનને માર માર્યો:કિંજલબેનનો 15 વર્ષનો દિકરો શિવમ વચ્ચે છોડાવવા પડતા રાહુલ સાથે આવેલી તેની પત્ની પુજાએ શિવમનાં માથાનાં ભાગે ચપ્પુનો એક ઘા માર્યો

અમદાવાદ :શહેરનાં નરોડામાં સોસાયટીમાં અંદરો અંદર થયેલી બોલાચાલી બાદ માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ગુનો દાખલ કરી પતિ પત્નીની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓએ સોસાયટીમાં રહેતી મહિલા અને તેનાં 15 વર્ષનાં દિકરા પર ચપ્પુથી હુમલો કરી ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
નરોડાનાં એસ.પી રીંગ રોડ પર આવેલી રોયલ ઓર્ચિડ સોસાયટીમાં કિંજલબેન પંડ્યા પરિવાર સાથે રહે છે, 7 જાન્યુઆરીનાં રોજ બપોરનાં સમયે સોસાયટીનાં ચેરમેન ધીમંત વ્યાસ અને તેની પત્ની સોનલ સાથે સોસાયટીનાં રહીશ સુરેશ રાવલ સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી. જેથી સુરેશ રાવલ નરોડા પોલીસ સ્ટેશને ફરિયાદ માટે પહોંચ્યા હતા, જે દરમિયાન કિંજલબેન પંડ્યા સોસાયટીમાં નીચે ઉભા હતા ત્યારે બપોરનાં સમયે ધીમંત વ્યાસનો સાળો રાહુલ સાળી તેની પત્ની પુજા સાથે પહોંચ્યો હતો
જાહેરમાં ગાળાગાળી કરતો હોવાથી કિંજલબેને ગાળો બોલવાની ના પાડતા રાહુલે કિંજલબેનને માર માર્યો હતો, જે દરમિયાન કિંજલબેનનો 15 વર્ષનો દિકરો શિવમ વચ્ચે છોડાવવા પડતા રાહુલ સાથે આવેલી તેની પત્ની પુજાએ શિવમનાં માથાનાં ભાગે ચપ્પુનો એક ઘા માર્યો હતો. જે બાદ રાહુલ અને તેની પત્નીએ ભેગા મળી કિંજલબેનને પણ માર માર્યો હતો. જોકે સોસાયટીનાં રહીશો એકત્ર થતા રાહુલ સાળી અને તેની પત્ની પુજા ત્યાંથી ભાગી ગયા હતા.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
