News of Wednesday, 8th January 2025
ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે ગ્રામજનોએ માંડ્યો મોરચો : ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી ગોધરા અને દેવગઢ બારીયાના ગામોને ભેગા કરી અલગ ગુંદી તાલુકો બનાવવાની માંગણી કરી જેને લઈને ભાજપના આગેવાનોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વિરોધ કર્યો
કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને તાલુકો બનાવવા માંગણી કરી ત્યારે હવે ઘોઘંબા તાલુકાના 33 ગામોના લોકોએ વિરોધ નોંધાવી કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ તા.૮ : ફતેસિંહ ચૌહાણે ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી ગોધરા અને દેવગઢ બારીયાના ગામોને ભેગા કરી અલગ ગુંદી તાલુકો બનાવવાની માંગણી કરી છે. જેને લઈને ભાજપના આગેવાનોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વિરોધ નોંધાવતા કહ્યું કે, અમારા જ ચૂંટેલા ભાજપના ધારાસભ્ય અમને જાણ કર્યા વિના મનમાની રીતે સત્તાનો દૂરઉપયોગ કરી અલગ તાલુકાનું આયોજન કરી નાખ્યું છે.
પંચમહાલમાં અલગ તાલુકાની માંગણીનો વિવાદ વકર્યો છે. ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને તાલુકો બનાવવા માંગણી કરી હતી ત્યારે હવે ઘોઘંબા તાલુકાના 33 ગામોના લોકોએ વિરોધ નોંધાવી કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે.
ફતેસિંહ ચૌહાણે ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી ગોધરા અને દેવગઢ બારીયાના ગામોને ભેગા કરી અલગ ગુંદી તાલુકો બનાવવાની માંગણી કરી છે. જેને લઈને ભાજપના આગેવાનોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વિરોધ નોંધાવતા કહ્યું કે, અમારા જ ચૂંટેલા ભાજપના ધારાસભ્ય અમને જાણ કર્યા વિના મનમાની રીતે સત્તાનો દૂરઉપયોગ કરી અલગ તાલુકાનું આયોજન કરી નાખ્યું છે.
જાણો શું કહ્યું ધારાસભ્યએ
આ મામલે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગૂંદી તાલુકો નવીન તાલુકાની માંગણી કરી. કોઈને ફાવે કે ન ફાવે. એ કોઈ સવાલ નથી. પણ જે લોકો માંગણી કરી રહ્યા છે. તેને પૂછો કે કોઈ દરખાસ મોકલી છે માંગવા માટે? મએ તો મોકલી છે. લોકશાહીમાં છૂટ છે વિરોધ કરવાની. ત્રણ ગામના લોકો ભેગા થયા એમાં સરપંચો કેટલા ? ધારાસભ્ય નિમિષાબેને કોઈનો વિરોધ કર્યો જ નથી. બેનને કોઈએ ગેરમાર્ગે દોર્યાં હોય શકે છે. પણ બેનનો કોઈ વિરોધ નથી અમારા માટે. વિરોધ કરનાર લોકો લોકોને ગેરમાર્ગે દોરે છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
