<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

અને ઓરિસ્‍સા રાજ્‍યની પોલીસ સુરત પોલીસની આવડત પર આફ્રિન પોકારી ઉઠી

મેઝરમેંટ માપ ગુજરાતીમાં હોવાનો એક આધાર હોવાથી ઓરિસ્‍સા રાજ્‍યના ડીસીપી દ્વારા ગુજરાતનાં વિવિધ જિલ્લા સહિત સીપી અનુપમસિંહ ગેહલોતની વિશેષ મદદ માંગી હતી બે રાજ્‍યો વચ્‍ચેના સમન્‍વય અને અઘરા કેશ ઉકેલવાની અમારી ક્ષમતાની કસોટીમાં સીપીનું અભૂતપૂર્વ માર્ગદર્શનથી હત્‍યારા સુધી પાહોચ્‍યાઃ PCB પીઆઇ આર.એસ સુવેરા અદ્‌ભુત મર્ડર મિસ્‍ટ્રી અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા.૮: ઓરિસ્‍સા રાજ્‍યમાં એક મહિલાની હત્‍યા કરી તેની લાશ ફેંકી દેવામાં આવેલ, ઓડીસા પોલિસે અથાગ પ્રયત્‍નો કર્યા પણ લાશ કે હત્‍યારાની ઓળખ મળી નહિ,  તપાસ દરમિયાન એક લોહીવાળું પેન્‍ટ મળી આવેલ જેના પર ન્‍યું સ્‍ટાર ટેલસૅ એવા લખાણ સાથે પેન્‍ટના મેઝરમેન્‍ટના માપ લખેલ કાપલી મળી આવેલ. જે આધારે ઓરિસ્‍સાના ડીસીપી જગમોહન મીના દ્વારા ગુજરાતના તમામ જિલ્લા પાસે મદદ માંગવા સાથે સુરત પોલીસની બ્‍લાયન્‍ડ કેસ ઉકેલવાની આવડતથી પરિચિત હોય અનુપંમસિહ ગેહલોત ને ખાસ ફોન કરી મદદ માંગેલ અને પોલીસ કમિશનર દ્વારા સુરત પોલીસની પ્રતિષ્ઠાનો સવાલ બનાવો તુરંત મારી સાથે ચર્ચા કરી અને આખો કેસ ઉકેલવાની જવાબદારી સુપ્રત કરેલ તેમ ષ્ટણૂણુ પીઆઇ આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવી પોતાની ટીમની મદદથી કસોટીમાં પાર ઉતરી સફળતા મેળવી જેથી ઓરિસ્‍સા પોલીસ આફ્રિન પોકારી અનુપમસિહજી અને અમારી આખી ટીમને અભિનદન આપ્‍યા છે તેમ વિશેષમાં જણાવેલ

ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ દરમ્‍યાન પી.સી.બી. ના HC અશોકભાઈ લુણી નાઓને હકીકત જણાઈ આવેલ કે, લીમ્‍બાયત અંબાનગર વિસ્‍તારમાં "NEW STAR TAILORS" નામની ટેઈલર્સની દુકાન આવેલ છે જેથી તાત્‍કાલીક સદરહુ ટેલરની દુકાને જઈ ગુનાવાળી જગ્‍યાએથી મળી આવેલ પેન્‍ટના મેઝરમેન્‍ટના આંકડા લખેલ કાપલી આધારે તપાસ કરતાં કાપલીની કાર્બન કોપી ટેલરની દુકાને મળી આવેલ હતી. જે આધારે ટેલરની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરી પેન્‍ટ સિવડાવનાર ઇસમની ઓળખ કરી તે મુળ ઓડીશા રાજયના વતની હોવાનું જણાઈ આવેલ હતુ. જેથી આરોપીનું નામ, સરનામુ તથા મોબાઇલ નંબરની માહિતી ઓડીશા પોલીસને આપવામાં આવેલ હતી. જે આધારે ઓડીશા પોલીસ તપાસ કરી કુલ-૦૩ ઈસમોની ધરપકડ કરી પુછપરછ કરતા જણાઈ આવેલ કે, ત્રણેય આરોપીઓએ ભેગા મળી મહિલાનું મર્ડર કરી તેની લાશને નદી કિનારે ફેંકી દીધેલ હતી તેમજ તેણે પહેરેલ પેન્‍ટમાં લોહીના નિશાન પડતા પેન્‍ટ પણ બનાવ વાળી જગ્‍યા નજીક ફેંકી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી.

આમ, ગુજરાત તથા ઓડીશા પોલીસના કો-ર્ડીશનના આધારે અતિ ગંભીર મર્ડરના "Blind Case" ને ડિટેકટ કરવામાં સફળતા મળેલ છે અને બે રાજયની પોલીસ વચ્‍ચેના સમન્‍વયનું એક ઉત્‍કર્ષ ઉદાહરણ પુરૂ પાડેલ છે

(4:02 PM IST)