<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સુરતના ભેસ્તાન વિસ્તરામાંથી ચાર બોગસ તબીબો ઝડપાયા : દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત

પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર નકલી ડોક્ટરોની ધરપકડ

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ તબીબો દ્વારા ક્લીનીકો પર દવાઓ અને ઈન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી,

   આ અગાઉ સુરત ગ્રામ્ય વિસ્તારમાં SOG દ્વારા ચાર બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતનાં કોસંબા વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ઝડપાયા છે. તો પલસાણાનાં જોલવામાંથી પણ 1 બોગસ તબીબ ઝડપાયો છે. પોલીસે આ નકલી તબીબોની સાથે સાથે મોટા પ્રમાણમાં એલોપેથીક, હોમિયોપેથીક દવાઓ પણ કબ્જે કરી છે. આ તમામ ડોક્ટરો વગર ડિગ્રીએ સુરત જીલ્લાનાં વિવિધ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા. 

 

(12:04 PM IST)