તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
૩૫મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ નર્મદા જિલ્લાની શાળા કોલેજ માં ટ્રાફિક સેમિનાર યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ૩૫મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અનુસંધાને ટ્રાફિક જન જાગ્રુતિના પ્રોગ્રામો જુદી-જુદી જગ્યાએ તેમજ શાળા/કોલેજોમાં કરવાની સુચના આપતા નર્મદા જીલ્લામાં તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ રોશની પ્રાથમિક શાળા અને માઇકલ કન્યા કોલેજ ગરૂડેશ્વર ખાતે ધોરણ.૫, ૬, ૭ ના વિધાર્થીઓ તથા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અનુંધાને ટ્રાફિક સેમીનાર રાખવામાં આવેલ, જેમા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ અક્ષયકુમાર આર. શાહુ તથા કોલેજના પ્રિન્સીપાલ નરેશભાઇ વસાવા તથા ગરુડેશ્વરના PI એ.ડી.ગામીત તેમજ જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદાના PSI એસ.એસ.મિશ્રા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહેલા જેમાં જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા શાળાના તથા કોલેજના વિધાર્થી/વિદ્યાર્થીની ઓને ટ્રાફિક નિયમોની સમજ કરવામાં આવી, અને મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો, તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય ? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન આપી સુચનાઓ આપવામાં આવી.
શાળાના તથા કોલેજના વિધાર્થી/વિદ્યાર્થીની ઓને ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે તથા હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા સમજ કરવામાં આવી,તેમજ ગુડ સમરીટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિક નિયમોને લગત પેમ્પેલ્ટની વહેચણી કરવામાં આવી, તેમજ નર્મદા જીલ્લા ખાતે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર દ્રારા ફાળવવામાં આવેલ ઇન્ટરસેપ્ટર વાનમાં લગાવામાં આવેલ આધુનિક ઉપકરણ (લેજર સ્પીડગન) વિશે માહિતી આપવામાં આવી,આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમુલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
