<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

કૂવામાંથી પાણીના સપ્લાયને મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ:ત્રણ જણે જીવ ગુમાવ્યા

કૂવામાંથી ખેતરમાં પાણી સપ્લાય કરવાને મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ થતા બન્ને જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત હુમલા સુધી પહોંચી

મુંબઈ :કૂવામાંથી પાણીના સપ્લાયને મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ચાર ઘવાયા હોવાની ઘટના ધારશિવ જિલ્લાના એક ગામડામાં બની હતી.

યેરમળા પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે વાશી તહેસીલના બાવી ગામમાં બની હતી. આરોપી અને મૃતકો દૂરનાં સગાંસંબંધી છે અને તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
કહેવાય છે કે કૂવામાંથી ખેતરમાં પાણી સપ્લાય કરવાને મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો. સામસામે આવી ગયેલા બન્ને જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી વાત હુમલા સુધી પહોંચી હતી.
આ હુમલામાં જખમી સાત જણને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જેમાંથી ત્રણને તબીબે મૃત જાહેર કર્યા હતા.
મૃતકોની ઓળખ અપ્પા કાળે, સુનીલ કાળે અને વૈજનાથ કાળે તરીકે થઈ હતી. જખમી ચારમાંથી એક જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(10:21 PM IST)