તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th January 2025
અમદાવાદ-ગાંધીનગર-કચ્છ-મહેસાણા જિલ્લાનું વિભાજન થશે? ચર્ચાએ જોર પકડયું
રાજ્યમાં નવા 4-5 જિલ્લા બને તેવી શકયતાઃ આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવે તેવી સંભાવના

ગ઼ાધીનગરઃ ગત અઠવાડીયે ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામે નવો જિલ્લો જાહેર અનેક તાલુકાઓમાં વિરોધ પણ થઇ રહ્યો છે ત્યાં હવે એવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓનું પણ ગુજરાત સરકાર દ્વારા વિભાજન કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. જોકે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન થઇ શકે છે. ત્યારબાદ ચારથી પાંચ નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી શકે છે.
માહિતી પ્રમાણે અમદાવાદમાં અમદાવાદ શહેર વિસ્તારને અલગથી જિલ્લા તરીકે અસ્તિત્વમાં લાવવામાં આવે તેવી ચર્ચા છે. જોકે આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવી શકે છે. જેની જાહેરાત પણ ડિસેમ્બર 2025માં થાય તેવી શક્યતા છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
