<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

માંગરોલના ધનેશ્વર મંદીર વિવાદમાં સામસામી ફરિયાદ થતાં 6 વિરુદ્ધ ગુનો દાખલ

થોડાક દિવસ પહેલા બંને પક્ષો વચ્ચે માથાકૂટ બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામના ધનેશ્વર મંદિર માં ચાલતો વિવાદ હાલ પોલીસ મથકે પહોચતા સામસામી ફરિયાદ થઈ છે

    મળતી માહિતી મુજબ પ્રથમ ફરિયાદ આપનાર સદાનંદ મહારાજ ગુરુપુર સોત્તમદાસજી મહારાજ (ઉ.વ.૫૨) ધંધો. સેવાપુજા (હાલ રહે.માંગરોલ ધનેશ્વર મંદીરના કેમ્પસમાં) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ માંગરોલ નર્મદેશ્વર મહાદેવ મંદીરમાં સોમવતી અમાસ નીમીતે મંદીરમાં પુજાપાઠ કરતા હતા તે વખતે (૧)જતીન સમી ઉર્ફે જાનકીદાસ(૨)ભૂમિકાબેન શર્મા ઉર્ફે ભાગવતદાસ (બન્ને રહે, માંગરોલ, ધનેશ્વર મહાદેવ મંદીરમાં )નાઓ મંદીરના કંપાઉન્ડમાં આવી કહ્યું કે આ આશ્રમની જમીન કેમ અમારા નામે થવા દેતા નથી તેમ કહી ગાળો બોલી સદાનંદ મહારાજને ભૂમિકાબેનએ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથથી ગાલ ઉપર બે થપ્પડ મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો
     જ્યારે બીજી ફરિયાદ ભાગવતદાસ જાનકીદાસ શર્મા નાઓએ આપી જણાવ્યું કે તેઓ તથા જાનકીદાસ બાપુ ધનેશ્વર મહાદેવ મંદિર, માંગરોલ ખાતે હાજર હતા તે વખતે પ્રિતરામ આશ્રમના કંપાઉન્ડમાં આવી જાનકીદાસ બાપુને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ (૨) મહેશભાઈ તડવી (૩) પ્રસાંત જીતેન્દ્રભાઈ ગોસ્વામી તથા (૪) સદાનંદ ઉર્ફે મહેશભાઈ જેઓના પુરા નામની ખબર નથી તમામ રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા નાઓ એ આવી પ્રીતમરામનું ઉપરાણું લઇ કહેવા લાગેલ કે તમો આશ્રમ ખાલી કરી બીજે જતા રહો તેમ કહી ત્રણેય જણા ગમે તેમ ગાળી બોલી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા ઉપરોક્ત બંને ફરિયાદ લઈ રાજપીપળા પોલીસે કુલ છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:13 PM IST)