<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

PMJAY કાર્ડ યોજના માટે સરકાર જાહેર કરશે હેલ્પલાઈન નંબર

હેલ્પલાઈન નંબર જાહેર થયા બાદ, PMJAY કાર્ડ યોજના માટે કોઈ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નહીં પડે

અમદાવાદ : ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે,  PMJAY કાર્ડ યોજના માટે, આવતીકાલ શનિવારે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર જાહેર થયા બાદ, PMJAY કાર્ડ યોજના માટે કોઈ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં નવી 10 મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. MBBSમાં 2650 જેટલી બેઠક છે તે વધારીને 3600 કરવા જઈ રહ્યા છીએ. 108ની સેવામાં પણ નવી એપ મારફતે વધુ સારી સુવિધા શરુ કરવામાં આવશે.

(9:30 PM IST)