News of Friday, 3rd January 2025
ગુજરાતમાં ગુનાખોરી ચરમસીમાએઃ૧૭ વર્ષના સગીરની છરીના ઘા મારી હત્યા
સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે :પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી

સુરત, તા.૩ : સુરત શહેરમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક ૧૭ વર્ષના યુવકની સુરતના ડિંડોલી ખાતે હત્યા કરવામાં આવી હતી.
જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. પરંતુ એક ૧૭ વર્ષના યુવકની હત્યાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આરોપીની ધરપકડ બાદ સામે આવ્યું કે તેણે રૃપિયા ન આપતા દુકાનદાર અને આ સગીરે ઠપકો આપ્યો હતો. જેને લઈને તેણે સગીરની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. સુરતમાં હાલ સામાન્ય બાબતે હત્યા જેવી ઘટનાઓ બની રહી છે. ગઈકાલે સુરતના ડિંડોળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળિયા વાસમાં કંઈક આવો જ બનાવ બેન્યો હતો. બનાવની જો વિગતવાર વાત કરીએ તો એક પ્રણવ નામના ૧૭ વર્ષના યુવાનની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મરનાર પ્રણવ નાસ્તાની લારી પર આપેલા મિત્રને ઉછીના પૈસા લેવા ગયો હતો. ત્યાં નાસ્તાની લારી ઉપર ગણેશ સૂર્યવંશી નામનો યુવક દાણાચણા લઈને રૃપિયા નહીં આપીને જતા નાસ્તાની ચલાવતા માલિક અને પ્રણવે આ બાબતે આરોપીને ઠપકો આપ્યો હતો.
જોકે આરોપીને આ વાતનું લાગી આવતા એક સમયે ગણેશ સૂર્યવંશી જતો રહ્યો હતો અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં ઘાતક હથિયાર લઈને આવ્યા બાદ અને પ્રણવને ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી નજીકના સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
