<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

સુરતમાં બોગસ ડૉક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત્: ડિંડોલી પોલીસે 6 બોગસ ડૉક્ટરને ઝડપ્યા

નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગરના ડૉક્ટર ઝડપાયા:ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરાયો

સુરત:સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોગસ ડૉક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ડિંડોલી પોલીસે 6 બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ ક્લિનિક પર ડિંડોલી પોલીસે  દરોડા પાડ્યા હતા. નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગરના ડૉક્ટર ઝડપાયા છે. ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

 આ અગાઉ બે દિવસ પહેલા શહેરના અલથાણા અને ભટાર વિસ્તારમાં પોલીસ દ્વારા 3 ક્લિનિકોમાં રેડ કરવામાં આવી હતી. આ ક્લિનિકો ઝોલાછાપ તબીબો ચલાવી રહ્યા હતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા.

(11:48 AM IST)