News of Friday, 3rd January 2025
ઉત્તરાયણ પહેલાં ભાજપમાં જિલ્લા પ્રમુખો નિમાશે:34 જિલ્લા અને 17 મહાનગરોમાં ઉમેદવારીની 60 વર્ષની મર્યાદા હટાવાઈ
કોબામાં શ્રી કમલમમાં મળેલી બેઠકમાં હાઈકમાન્ડે જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લા સંગઠનોના વડા-પ્રમુખોની વરણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પ્રદેશની ટીમને આપ્યો

અમદાવાદ :ભાજપમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે ઉત્તરાયણ પહેલા જિલ્લા-મહાનગરોના નવા પ્રમુખોની નિયુક્તિનો કાર્યક્રમ જાહેર થયો છે. કોબામાં શ્રી કમલમે મળેલી બેઠકમાં હાઈકમાન્ડે જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લા સંગઠનોના વડા-પ્રમુખોની વરણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પ્રદેશની ટીમને આપ્યો છે. જેમાં પ્રમુખપદ માટે 60 વર્ષની વયમર્યાદા એટલે ઉંમરના બાધને દૂર કરવામાં આવ્યો છે.
એથી, ભાજપમાં જિલ્લા કક્ષાએ 70 કે પછી 80 વર્ષના કોઈ આગેવાનને પણ પ્રમુખપદ મળી શકે છે! નવી પેઢીને સંગઠન અને સત્તામાં સામેલ કરવા આગળ વધતા ભાજપમાં મંડળોના પ્રમુખ તરીકે બે ટર્મના સક્રિય સભ્ય અને 45 વર્ષ સુધીની વયમર્યાદા એ પૂર્વ લાયકાત બનાવાઈ હતી. ગત સપ્તાહે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા સંગઠનમાં પ્રમુખપદ માટે વયમર્યાદા 60 વર્ષ સુધીની રાખવાનો પ્રાથમિક નિર્ણય લેવાયો હતો.
જો કે, હવે તેને હટાવીને નવા રચાયેલા વાવ-થરાદ સહિત કુલ 34 જિલ્લાઓ અને નવ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ 17 મહાનગરોના પ્રમુખોની નિમણૂંકો કરવા કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં ચોથી જાન્યુઆરીથી આ પદ માટે દાવેદારી અને પાંચ અને છ જાન્યુઆરીએ જિલ્લા સ્તરે બેઠકો બાદ 10મી જાન્યુઆરી સુધીમાં 50 ટકા જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રમુખોની વરણી કરવાનું એલાન કરાયું છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
