News of Thursday, 26th December 2024
અમદાવાદના બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન કેસમાં આરોપી જયદીપ કોટકને 14 દિવસના રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ
છેતરપિંડીનો ભોગ બનનારા 183 લોકોએ અત્યાર સુધીમાં અરજી કરી:આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે, SIT ની રચના

અમદાવાદના બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર દ્વારા આચરાયેલી છેતરપિંડી કેસમાં પકડાયેલા આરોપી જયદીપ કોટકને કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. બોપલ પાસે આવેલી એક જગ્યા પર સ્લેસ્ટિયલ બાય 42 સ્ટોરી અને રિચમન્ટ બાય 22 સ્ટોરી નામની બે સ્ક્રીમ ઊભી કરી હતી. આ બન્ને સ્કીમ અશોક ડાહ્યાભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપર્સની જમીન પર ફ્લેટની સ્ક્રીમ મૂકીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું.
છેતરપિંડીનો ભોગ બનનારા 183 લોકોએ અત્યાર સુધીમાં અરજી કરી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે, SIT ની રચના કરવામાં આવી છે. SIT માં 2 DYSP અને 2 PI નો સમાવેશ કરવામાં આવ્યો છે
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
