<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

કામરેજ ટોલનાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહનોને ટોલ મુક્તિ આપો: કોંગ્રેસ દ્વારા આંદોલન છેડાયું

કોંગ્રેસે સુરત અને બારડોલીના ગામડાઓના અગ્રણીઓ સાથે બેઠક કરી આંદોલનની રણનીતિ તૈયાર કરી

સુરત :  કામરેજ ટોલનાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહનચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ સાથે કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ સાથે માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે ટોલટેક્સ નાબૂદ કરવો જોઈએ. 

  કેન્દ્ર સરકારનો પરિપત્ર હોવા છતાં સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકો પાસે ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસે સુરત અને બારડોલીના ગામડાઓના અગ્રણીઓ સાથે બેઠક કરી આંદોલનની રણનીતિ તૈયાર કરી છે.

(6:14 PM IST)