<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહીતના નેતાઓને આજે રાત કસ્ટડીમાં વિતાવવી પડશે

HNGUમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસમાં કોર્ટે જામીન અરજીની સુનાવણી લંબાવી : કાલે જામીન મામલે ફરીવાર દલીલ થશે

અમદાવાદ : HNGUમાં પોલીસ સાથે ઘર્ષણનો કેસમાં કોર્ટે, ધારાસભ્ય કિરીટ પટેલની જામીન અરજીની સુનાવણી લંબાવી છે. જ્યુડિશિયલ કોર્ટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓના જામીન અરજીની સુનાવણી લંબાવી છે. આવતીકાલે જામીન મામલે ફરીવાર દલીલ થશે. આ બનાવને પગલે, આજની રાત ધારાસભ્ય કિરીટ પટેલ,  પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓને પોલીસ કસ્ટડીમાં વિતાવવી પડશે.

(6:13 PM IST)