News of Thursday, 26th December 2024
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આગામી 3 દિવસ ભાવનગર,જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત લેશે
વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે

અમદાવાદ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આવતી કાલે તારીખ 27 ડિસેમ્બરથી તારીખ 29 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. વિગતે પ્રવાસ જોઇએ તો મંત્રી ઋષિકેશ પટેલ તારીખ 27મીના રોજ ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમગ્રતયા સમીક્ષા કરશે. તારીખ 28 ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરશે.
આ દરમિયાન મંત્રી હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ , મુખ્ય જરૂરિયાતો , આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. તારીખ 29 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-2024માં પણ ઉપસ્થિત રહેશે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
