News of Thursday, 26th December 2024
વન વિભાગમાં ૮૪પ કર્મચારીઓને નિમણુક પત્ર

ખંભાળીયા તા. ર૬ :.. સુશાસન દિનના ગઇકાલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાજયનાં વન વિભાગ દ્વારા પસંદગી પામેલા ૩પ મદદનીશ વન સંરક્ષક તથા ૮૧૦ વન સંરક્ષકોને નિમણુકના હુકમો આપવામાં આવ્યા હતાં.
આ નિયુકિત પત્રો રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા વન મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે આપવામાં આવ્યા હતાં. તથા બન્ને દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરીને નવા પસંદ થયેલા કર્મચારીઓને શુભ કામનાઓ પણ આપવામાં આવી હતી.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
