<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

કાલબી ગામના ઢાળ ઉપર ટ્રક ઊંડી ખીણ માં ખાબકતા ટ્રક ચાલક નું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડીયાપાડા થી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે અશોક લેલન ટ્રક ગાડી નં.GJ-03-BZ- 3230 ના ચાલક-મરનાર લાલજીભાઇ ધરમશીભાઈ વાલાણી (રહે. ચોટીલા ઇંડીયન પેટ્રોલપંપની બાજુમા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર) નાઓએ કાલબી ગામ પાસે આવેલ ઢાળ ચઢાવતા પોતાના કબ્જામાની ટ્રકને પૂરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમામી દેતા ટ્રકને રીવર્સ માં ઉતરતા ઢાળ મા રોડની સાઈડમાં ઊંડી ખીણમાં પલટી ખવડાવતા તેઓ ટ્રક નીચે દભાઈ જતા શરીરે ગંભીર ઈજા પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે


 

(10:48 PM IST)