News of Sunday, 22nd December 2024
પરીક્ષાને લઈને કોઈ ફરિયાદ મળી નથી, ત્યારે ઉમેદવારો આયોગ પર ભરોસો રાખે: GPSC ચેરમેન હસમુખ પટેલ
હસમુખ પટેલે કહ્યું -લેભાગુ તત્વોથી ઉમેદવારોને સાવધાન રહેવું જોઈએ. તથા આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે

અમદાવાદ :GPSCના નેજા હેઠળ રાજ્યભરના 33 જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઇ હતી. 754 કેન્દ્રો પર અંદાજે 1.85 લાખ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ત્યારે પરીક્ષાને લઇને GPSC ચેરમેન હસમુખ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે .
હસમુખ પટેલએ રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા માટે GSRTCએ વધારાની બસ પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો. આ સિવાય વર્ગખંડમાં HD કેમેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. HD કેમેરા મારફતે પેપર બહાર ન જાય તેથી 3 દિવસથી કેમેરા બંધ રાખ્યા હતા. સ્કૂલ પૂર્ણ થયા બાદ કેમેરા બંધ કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું કે, પરીક્ષાને લઈને કોઈ ફરિયાદ મળી નથી, ત્યારે ઉમેદવારો આયોગ પર ભરોસો રાખે. કોઈપણ પગલું ઉમેદવારના હિતમાં હોય છે. આ સાથે લેભાગુ તત્વોથી ઉમેદવારોને સાવધાન રહેવું જોઈએ. તથા આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે.
GPSC ચેરમેનએ કહ્યું કે, ''અત્યાર સુધી તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોગ દ્વારા અહીંથી સાહિત્ય પહોંચાડવામાં આવતું હતું પરંતુ આ વખતે જિલ્લા ટીમ દ્વારા અહીંથી સાહિત્ય મેળવ્યું હતુ સાથે આ જિલ્લા ટીમમાં અત્યાર સુધીમાં DySp ન હતા ત્યારે તેમને આ વખતે અંદર અન્વોલ કરવામાં આવ્યા હતા સ્ટ્રોગ રૂમ માટે પણ ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. વધુમાં કહ્યું કે, ઉમેદવારની ફિંગર ઓએમઆરમાં લેવામાં આવી હતી, જે હવે પછી પરીક્ષામાં બાયોમેટ્રિક દ્વારા લેવામાં આવશે
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
