<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

અમિતભાઈ શાહે માફી માંગવી જોઈએ, જ્યાં સુધી તે માફી નહીં માંગે ત્યાં સુધી તેમના વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે :;જીગ્નેશ મેવાણી

અમિતભાઈ શાહે પાર્લામેન્ટમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર મામલે ખૂબ જ ખરાબ વાત કહી હતી ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું છે જે ચલાવી લઈનેવામાં નહીં આવે

અમદાવાદ તા.૧૮ : ગઈકાલે સંસદમાં અમિતભાઈ શાહે કહ્યું કે, હવે આ એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે ભગવાનના આટલા નામ લીધા હોત તો તમે 7 જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. જેને લઈને જીગ્નેશ મેવાણીએ કહ્યું કે અમિતભાઈ શાહે માફી માંગવી જોઈએ. જ્યાં સુધી તે માફી નહીં માંગે ત્યાં સુધી તેમના વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે

સંસદમાં હાલ શિયાળુ  સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે  રાજ્યસભામાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો.  તેમણે ડૉ. ભીમરાવ આંબેડકર પર નિવેદન આપ્યું હતું. અમિતભારતીય શાહે કહ્યું કે, હવે આ એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે ભગવાનના આટલા નામ લીધા હોત તો તમે 7 જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. જેને લઈ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમિતભાઈ શાહનું સ્ટેટમેન્ટ ચલાવી લેવામાં નહીં આવે. તેમણે માફી માંગવી જ પડશે. નહીંતો ઉગ્ર આંદોલન થશે. 

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગઈકાલે અમિતભાઈ શાહે પાર્લામેન્ટમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર મામલે ખૂબ જ ખરાબ વાત કહી હતી. ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરતાં કહ્યું કે, આજકાલ અમુક લોકો 'આંબેડકર- આંબેડકર બોલી રહ્યા છે. આ બોલવાની ફેશન થઈ ચૂકી છે'. આદિવાસી અને ઓબીસીનું દુખ અને પીડા તેમણે સમજી હતી એટલા માટે તે લોકો તેમનું નામ લે છે. એ સામાજિક ન્યાયની લડત આપે છે એટલે એ બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે. આ કોઈ ફેશન નથી. અપમાનજનક રીતે બાબા સાહેબ આંબેડકર અંગે વાત કરવી એ પણ પાર્લામેન્ટમાં એ ખૂબ જ શરમ જનક છે.  અમિત શાહે માફી માંગવી જોઈએ. અમિતભાઈ શાહે સંસદમાં માફી માંગવી જોઈએ અને જનતા વચ્ચે આવી માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે, બીજી વખત હું આવી ભૂલ નહીં કરું. અને નરેન્દ્ર મોદીએ પણ તેમના પાસે માફી મંગાવવી જોઈએ. તમે લોકો મનુસ્તુતી- ગોડસે ,  મનુસ્તુતી- ગોડસે કર્યા કરો અમે સંવિધાન અને આંબેડકની વાત કરતાં રહીશું. અમિત શાહ તમારા પાસે માફી મંગાવીને રહીશું. જ્યાં સુધી તમે માફી નહીં માંગો તમારા વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે.

ગઈ કાલે રાજ્યસભામાં અમિતભાઈ શાહે શું કહ્યું?

સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો અને વિપક્ષને જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ડૉ. ભીમરાવ આંબેડકર પર નિવેદન આપ્યું હતું. અમિતભાઈ શાહે કહ્યું કે, હવે આ એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો તમે ભગવાનના આટલા નામ લીધા હોત તો તમે 7 જન્મો માટે સ્વર્ગમાં ગયા હોત. તે સારી વાત છે. આંબેડકરનું નામ લેવામાં આવ્યું તેનાથી અમે ખુશ છીએ. આંબેડકરનું નામ હવે વધુ 100 વખત લો. પણ આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે? આ હું કહેવા માંગુ છું. આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું કેમ આપવું પડ્યું? આંબેડકરજીએ ઘણી વખત કહ્યું હતું કે તેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના વ્યવહારથી અસંતુષ્ટ હતા. હું સરકારની વિદેશ નીતિ સાથે અસંમત છું. હું કલમ 370 સાથે સંમત છું. જેના કારણે તેમણે કેબિનેટ છોડવું પડ્યું. તેમને ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તે પૂર્ણ થયું ન હતું. સતત સાઇડલાઇન થવાના કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

(4:36 PM IST)