તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારના નવા નિયમો જાહેર કરવાની તૈયારી
આજે કેબીનેટમાં ચર્ચા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ નવી એસ.ઓ.પી. જાહેર કરશે : マદયરોગ, કેન્સર, હાડકાના ઓપરેશનને આવરી લેવાશેઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો દુરૂપયોગ કરતી હોસ્પીટલો સામે સરકાર આકરા પાણીએ

રાજકોટ, તા., ૧૮: ગુજરાતમાં આર્થિક લાભ માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (આયુષ્યમાન કાર્ડ)ના દુરૂપયોગની ખ્યાતી હોસ્પીટલની ઘટના બાદ રાજય સરકાર આક્રમક બની છે. આજે બુધવારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબીનેટ બેઠકમાં ચર્ચા અને આખરી ઓપ બાદ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ નવા નીતિ નિયમો (એસ.ઓ.પી.) જાહેર કરશે.
કેન્સર, マદયરોગ, હાડકાના રોગ વગેરેને આવરી લેતા નવા નિયમો જાહેર કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે કૌભાંડો રોકવા અને હોસ્પીટલોમાં સેવા-સુવિધા સ્તર ઉંચુ લાવવા મહત્વના સુધારા આવી રહયા છે. દર્દીઓને આયુષ્યમાન કાર્ડમાં મળતી સેવાને સરકાર વધુ ગુણવતાપુર્ણ બનાવવા માંગે છે.
આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરતી સરકાર માન્ય હોસ્પીટલોમાં સમયાંતરે તપાસ થતી રહેશે. ખ્યાતી હોસ્પીટલની ઘટના બાદ સરકારે હોસ્પીટલમાં નોંધાતા દર્દીઓની સારવારને માન્યતા આપવાની પ્રક્રિયા વધુ ચોકસાઇપુર્ણ બનાવી છે. કોઇ હોસ્પીટલમાં સરકારી યોજના હેઠળ માત્ર આર્થિક લાભ માટે બિનજરૂરી સારવાર થતી હોવાનું માલુમ પડે તો કાયદાકીય કડક પગલા ભરવામાં આવશે. નવી એસ.ઓ.પી.થી લાભાર્થીની મંજુરી અને સરકાર નાણા હોસ્પીટલને ફાળવવાની પધ્ધતીમાં ધરખમ ફેરફાર થશે. હાલ ૪ ગંભીર રોગને આવરી લેવાશે. તબક્કાવાર સમીક્ષા બાદ અન્ય દર્દોનો પણ સમાવેશ કરવાનો વિકલ્પ ખુલ્યો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
