તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th December 2024
નિરમા યુનિવર્સિટી ખાતે હેલ્થકેર માટે એઆઇ ઉપરના પાસ પ્રોગ્રામમાં વૈશ્વિક નિષ્ણાંતો જોડાયા

રાજકોટ તા.૧૭ ઇલેકટ્રોનિક્સ અને ઇન્સ્ટુમેન્ટેશન એન્જિનિયરિંગ વિભાગ, ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટી એ એટીએએલ એકેડમી દ્રારા પ્રાયોજિત છ-દિવસીય ઓનલાઇન ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ‘‘એઆઇ અને ડિજિટલ ટેક્્નોલોજીસ ફોર સસ્ટેનેબલ હેલ્થકેર એન્ડ મેડિકલ ટેક્નોલોજીસ'' નું આયોજન કર્યુ હોવાનું સંસ્થા જણાવે છે.
ભારતના ૨૨ રાજ્યોમાંથી ૩૯૨ સહભાગીઓ આ કાર્યક્રમમાં જોડાયા, જેમાં ૧૩ પ્રતિષ્ઠિત નિષ્ણાંતોએ હેલ્થકેર અને મેડટેકમાં એઆઇ અને ડિજિટલ ટેક્નોલોજીઓ પર વિચાર વિપર્શ કર્યો. મુખ્ય આંતરરાષ્ટ્રીય વક્તાઓમાં ડો.સરજુ મોહંતી (યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ) અને ડો.લિંગા રેડ્ડી સેનકેરામદ્ી (યુનિવર્સિટી ઓફ એગ્ડર્, નોર્વે) ન ોસમાવેશ થાય છે.આઇઆઇટી એનઆઇટીએસ અને ઉદ્યોગના જાણીતા નિષ્ણાંતોએ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.
ઇવેન્ટનું ઉદઘાટન કરતાં, ડો.હિમાંશુ સોની, ડિરેકટર, સ્કૂલ ઓફ ટેક્નોલોજીએ વ્યાવસાયિક વિકાસના મહત્વ પર ભાર મુક્યો હતો. ડો.રાજેશ.એન.પટેલ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ડીન, ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, શિક્ષણ અને સંશોધન પર પ્રોગ્રામની અસરની પ્રશંસા કરી. એફડીપી ના કો-ઓર્ડિનેટર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ વિભાગના વડા ડો.હિમાંશુ કે.પટેલે સમાપન સંબોધન કર્યુ.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
