<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગાંધીનગરના નાના ચિલોડામાં ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત: 2 લોકોના કમકમાટી ભર્યા મોત

લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો:. કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં

 ગાંધીનગરના નાના ચિલોડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. લીંબડીયા કેનાલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો દરવાજો કાપીને બંન્ને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્યના કેટલાક નાગરિકો માટે ગઈ કાલે એટલે કે શનિવાર ગોઝારો સાબિત થયો હતો. ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી, સૌરાષ્ટ્રથી માંડીને મધ્ય ગુજરાત સુધી સર્જાઇ અકસ્માતોની વણઝાર થઈ હતી. સાબરકાંઠાના વડાલી નજીક ઝાડ સાથે કાર અથડાતા સવાર બંને યુવકોના મોત નિપજ્યા હતા. તો બનાસકાંઠાના ખિમાણા-રાધનપુર હાઇવે પર કારે પલટી મારી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

(11:42 PM IST)