News of Sunday, 8th December 2024
ધારીખેડા નર્મદા સુગર ફેકટરીના કોટના ઓથામાં જુગાર રમતા 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ
પકડાયેલા જુગારીયાઓમાં કેટલાક ધારીખેડા સુગર ફેક્ટરીના રૂમોમાં રહેતા કર્મચારીઓ પણ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ ધારીખેડા સુગર ફેક્ટરી હાલમાં સતત દારૂ, જુગાર બાબતે પોલીસ ચોપડે ચઢતા આ વાત લોકો માં ભારે ચર્ચાસ્પદ બની છે તાજેતરમાં જ આ સુગરના ભરતી સુપરવાઈઝરને સાગબારા પોલીસે દારૂ બિયર સાથે ઝડપી ગુનો દાખલ કર્યો હતો અને હાલમાં આ સુગરનાં કોટ ના ઓથા હેઠળ જુગાર ઝડપાયો જેમાં કેટલાક જુગારીયાઓ આ જ સુગર ના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે ધારીખેડા સુગર ફેક્ટરીના કોટ ના ઓથા હેઠળ જુગાર પકડી પાડ્યો હતો જેમાં(૧) ધવલ વિરસીગભાઇ વસાવા, રહે.ધારીખેડા નર્મદા સુગર ફેકટરી પાસે તા. નાંદોદ જી.નર્મદા (૨) શૈલેષ ભગલભાઈ વસાવા રહે. કાકડવા, ખાડી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા (૩) ગંગારામ બાબુરાવ ચૌધરી, મુળ રહે.નંદુરબાર, શિક્ષક કોલોની પરાપર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) હાલ રહે.ધારીખેડા નર્મદા સુગર ફેકટરી,રૂમ નંબર સી/૨૫ તા.નાંદોદ જી. નર્મદા તથા (૪) રાહુલ દિનેશ ત્યાગી, મુળ રહે.ધર નંબર- ૧૦૧, ખાનુપુર મીલ મનસુરપુર, સુગર પાસે તા.ખતોલી જી.મુજફરનગર (યુ.પી.) હાલ રહે.ધારીખેડા નર્મદા સુગર ફેકટરી,રૂમ નંબર ડી/૪-૫ તા.નાંદોદ જી.નર્મદા નાઓ ધારીખેડા નર્મદા સુગર ફેકટરીના કોટના ઓથા ની પાછળ ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ પરથી મળેલ રોકડા રૂ.૩,૯૮૦/- તથા આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂ.૭,૯૧૦/- તથા
મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/-તથા મોટર સાઈકલ એક કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૨,૩૯૦/- સાથે પકડાઈ ગયા હતા. જ્યારે (૫) અનિલ સોમાભાઈ વસાવા રહે.ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા તથા (૬) હંમેશ છત્રસીગભાઇ વસાવા રહે.ગામકુવા તા.નાંદોદ, જી.નર્મદા નાઓ રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી નાશી જઇ જતા તેમને વોન્ટેડ જાહેર કરી આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
