<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રાજપીપળા ટેકરા ફળિયામાં ભોજન લીધા બાદ કુલ 39 લોકોને ફૂડ પોઈઝનીંગની અસર

( ભરત શાહ દ્વારા ) , નર્મદા :  રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્નમાં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી લગભગ 39 જેવા લોકોને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડોકટર નીરવ ગાંધીના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

આ મુદ્દે આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. કશ્યપ ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 39 લોકો સારવાર માટે  દાખલ છે આ ફૂડ પોઈઝનીંગ જ છે અને આરોગ્ય ની ટીમો આ માટે કામ કરી રહી છે.

જોકે જાણવા મળ્યા મુજબ ખોરાક માં કઈક એવું આવ્યું હશે જેના કારણે આમ બન્યું પરંતુ બહુ ગંભીર બાબત નથી તમામ સારવાર લઈ રહેલા લોકો ની તબિયત નોર્મલ જેવી કહી શકાય. માટે પહેલા દસેક લોકો સારવાર માટે આવ્યા હતા અને હાલ આંકડો ચાર ઘણો થયો જેનુ કારણ કેટલાકની રોગપ્રતિકારક શક્તિ ઓછી વત્તી હોય માટે કોઈકને પહેલા અસર થઈ કોઈક ને મોડી અસર થકી પરંતુ ખાસ ગંભીર બાબત ના કહી શકાય.

(11:22 PM IST)