<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સુરતમાં બાઇક સવાર અચાનક ઢળી પડ્યા: ટ્રાફિક પોલીસના જવાને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઈક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓએ ઝડપભેર પગલાં લઈને યુવકને સીપીઆર આપ્યો

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓ દ્વારા બેભાન થઈ ગયેલા એક વ્યક્તિને તાત્કાલિક સીપીઆર આપી 108 એમબ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો અને પ્રાથમિક સારવાર મળી રહેતા યુવકની તબિયત હાલ સારી છે.

સુરત શહેરમાં અગાઉ સુરતમાં પોલીસ કર્મીઓને ઇમજરનસી સમયે લોકોનો જીવ બચાવી શકાય તે માટે સીપીઆરની ટ્રેનિંગ અગાઉ આપવામાં આવી હતી. પોલીસને અપાયેલી આ ટ્રેનિંગ ઘણી લોક ઉપયોગી થઈ રહી છે અને આવો જ એક બનાવ સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકશાખાના રિજિયન 1 વિસ્તારમાં આવેલા ગોડાદરા ચાર રસ્તા ખાતે અ.લો.ર પરેશકુમાર કરશનભાઈ માળી અને એએસઆઈ મણીલાલ મગનભાઈ વસાવા પોતાની ટ્રાફિક નિયમનની ફરજ ઉપર હાજર હતા.

આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક વાહન ચાલક ગોડાદરા ચાર રસ્તા પોઈન્ટ ઉપર પોતાના વાહન પર આવીને ઉભો રહી ગયા હતા. અચાનક બાઈક ઉપરથી રોડ પર ઢળી પડ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસકર્મીઓ ત્યાં પહોચ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવા સાથે બાઇક ચાલકને સીપીઆર આપ્યા હતા. દરમ્યાન 108ની ટીમ ત્યાં પહોંચી જતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને બાઇક ચાલકનીની હાલ તબિયત સારી છે.

પોલીસકર્મીઓ યુવકને સીપીઆર આપ્યો હતો આ દરમ્યાન ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઈક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓએ ઝડપભેર પગલાં લીધાં હતા તેઓની આ કામગીરી સરાહનીય છે. બાઇક ચાલકને પ્રાથમિક સારવાર મળી રહેતા અને સમયસર હોસ્પિટલ ખસેડાતા તેની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે.

(4:47 PM IST)