News of Thursday, 5th December 2024
અમદાવાદ રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે હિટ એન રન : કાર ચાલકે અડફેટે લેતા મહિલા પોલીસકર્મીનું મોત
શારદાબેન ડાભી ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા: સ્ટેડિયમ ખાતે પોલીસ બંદોબસ્તથી પરત આવતા સમયે અકસ્માત નડ્યો : અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે અક્સ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં શહેર પોલીસની એક મહિલા પોલીસકર્મીનું મોત થયું છે.
શહેરના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે એક અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક મહિલા પોલીસનું નામ શારદાબેન ડાભી છે. શારદાબેન ડાભી ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સ્ટેડિયમ ખાતે પોલીસ બંદોબસ્તથી પરત આવતા સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે. શહેર ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
