<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

નાંદોદના માંગરોળ ગ્રામ પંચાયતના 5 સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો વધ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગ્રામ પંચાયત 5 સભ્યોએ અંગત કારણો દર્શાવી એક્સાથે રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. માંગરોળ ગ્રામ પંચાયતના 5 સભ્યોએ હોદ્દા પરથી રાજીનામા આપી દેતા અનેક સવાલો ઉભા થયા છે. જેમાં આંતરિક ઝગડા અને ખેંચતાણ સામે આવી રહી હોય હજુ સુધી તાલુકા પંચાયત ખાતે આ રાજીનામા નથી પહોચ્યા પણ આં રાજીનામાથી ગામમાં રાજકારણ ગરમાયું છે.
નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ અને 7 સભ્યો સહિત 9 સભ્યોની બોડી માંથી વોર્ડ નંબર 1 નાં સભ્ય અલ્કા અશ્વિન તડવી, વોર્ડ નંબર 3 ના સભ્ય અનિલ આર તડવી, વોર્ડ નંબર 6 નાં સભ્ય મલ્લિકા અર્જુનસિંહ અંબાલીયા, વોર્ડ નંબર 7 નાં સભ્ય તડવી મૂળજી માધા તથા વોર્ડ નંબર 8 ના સભ્ય શૂરવીર ભુપતસિંહ માંગરોળા સહિત 5 સભ્યોએ અંગત કારણો દર્શાવી સામૂહિક રાજીનામા ધરી દેતા માંગરોળ ગામના રાજકીય વાતાવરણ માં ભર શિયાળે ગરમાવો પ્રસરી ગયો છે. હવે તપાસનો વિષય એ છે કે આં રાજીનામા પાછળ કોનો હાથ છે. કેમકે સરપંચથી લઇ સભ્ય સુધી આ ગ્રામપંચાયતમાં વિવાદ ચાલતો આવ્યો છે. હવે ટીડીઓ જરૂરી તપાસ કરે ત્યારબાદ હકીકત બહાર આવે.

(10:16 PM IST)