<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દિલ્હી ખાતે કાર્યકમ માં સહભાગી થયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતી જેમાં નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહભાગી થઈ સૌ મહાનુભાવોને દિવાળી તથા નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આમ તો નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન હર હંમેશા લોકોના પ્રશ્નોને વાંચા આપતા જોવા મળ્યા છે જેમાં કોઈપણ નાનામાં નાનો વ્યક્તિ પણ એમની પાસે કોઈ રજૂઆત લઈને જાય તો પણ કોઈજ અભિમાન વિના તેઓ તેમના થી શક્ય તમામ મદદ કરે છે અને એટલા માટેજ તેઓની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. અને તેઓ ગાંધીનગર બાદ હવે દિલ્હી સુધી કાર્યક્રમો માં જઈ રહ્યા છે.

(10:00 PM IST)